લિસ્બન: કોરોના રસી(Corona Vaccine)  અંગે આવી રહેલા સારા સમાચારો વચ્ચે એક ખુબ જ ડરામણા સમાચાર આવ્યા છે. પોર્ટુગલ(Portugal) માં ફાઈઝર(Pfizer Coronavirus Vaccine) ની કોરોના રસી લીધા બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનો મોત થઈ ગયું. મૃતક સોનિયા અસેવેદો (Sonia Acevedo, 41) કેન્સર હોસ્પિટલમાં કામ કરતી હતી. મળતી માહિતી મુજબ કોરોના રસી લીધા બાદ લગભગ 48 કલાક પછી નવા વર્ષના દિવસે અચાનક સોનિયાનું મોત થયું. મહિલાના મૃતદેહનું જલદી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત: બ્રિટન અને આ દેશમાં સ્થિતિ વણસી, તાબડતોબ Lockdown લાગુ 


પિતાએ માંગ્યો જવાબ
ડેઈલી મેલમાં છપાયેલા એક અહેવાલ મુજબ બે બાળકોની માતા સોનિયા પોર્ટુગલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી (Portuguese Institute of Oncology) માં કામ કરતી હતી. ફાઈઝરની રસી લગાવ્યા બાદ તેની અંદર કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નહતી. સોનિયાના પિતા અબિલિયો અસેવેદો (Abilio Acevedo) એ એક પોર્ટુગીઝ અખબાર સાથે વાત કરતા કહ્યું કે તેમની પુત્રી ઠીક હતી. તેને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ન હતી. મારી પુત્રીએ કોરોનાની રસી મૂકાવી હતી. પરંતુ તેનામાં કોઈ લક્ષણ નહતા. તેમણે વધુમાં કહ્યું કે, 'હું નથી જાણતો કે શું થયું છે. હું માત્ર જવાબ માંગુ છું. હું ફક્ત એ જાણવા માંગુ છું કે કયા કારણસર મારી પુત્રીનું મોત થયું.' 


અમેરિકા હવે ભારત પર અકળાયું, રશિયા સાથેની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ મુદ્દે આપી આ ચેતવણી


હોસ્પિટલે કરી પુષ્ટિ
સોનિયા અસેવેદોની હોસ્પિટલે પણ તેને ફાઈઝરની રસી આપવા અંગેની પુષ્ટિ કરી છે. હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે 30 ડિસેમ્બરના રોજ જ્યારે સોનિયાને રસી આપવામાં આવી ત્યારે તેની અંદર તત્કાળ અને અનેક કલાકો પછી પણ કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નહતી. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનિયાના મોતના કારણોની તપાસ થઈ રહી છે. 


બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી


પુત્રીએ કહ્યું-મુશ્કેલી થઈ હતી
પુત્રીના મોતથી અબિલિયો અસેવેદો આઘાતમાં છે. તેઓ બસ જવાબ જાણવા માંગે છે કે આખરે પુત્રીનું મોત કેવી રીતે થયું. તેમણે કહ્યું કે હું મારી પુત્રીને છેલ્લીવાર જોઈ પણ શક્યો નહી. હું હવે ફક્ત એટલું જાણવા માંગુ છું કે સોનિયાનું મોત કયા કારણથી થયું. આ બાજુ સોનિયાની પુત્રીએ જણાવ્યું કે માતાને જ્યાં રસી આપવામાં આવી હતી ત્યાં થોડી અસહજતા થઈ હતું પરંતુ તે સિવાય તે બિલકુલ ઠીક હતી.


538 અન્ય કર્મીઓને પણ મૂકાઈ હતી રસી
સોનિયાના અચાનક થયેલા મોતથી રસીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સોનિયા ઉપરાંત હોસ્પિટલના અન્ય 538 કર્મચારીઓને પણ ફાઈઝરની રસી આપવામાં આવી હતી. આ ઘટના બાદ તેઓ પણ આઘાતમાં છે. પોર્ટુગલમાં સ્વાસ્થ્ય મંત્રાલયને તેની સૂચના આપી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે 10 મિલિયનથી વધુ જનસંખ્યા ધરાવતા પોર્ટુગલમાં કોરોનાથી અત્યાર સુધીમાં 7,118 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં 4,27,000 કેસ સામે આવ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube